ગુરૂવારે ધો. ૧૨ સાયન્સનું ગુજકેટ પરીણામ સમગ્ર રાજ્યના સવા લાખ છાત્રોનું પરીણામ : જાહેર થશે : મેડીકલ - ઇજનેરીની પ્રવેશ કાર્યવાહીનો થશે પ્રારંભગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. ૨૮ના ગુરૂવારે ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહનું પરીણામ જાહેર કરવામાં આવશે. ધો. ૧૨ સાયન્સના પરીણામ સાથે ગુજકેટની પરીક્ષાનું પણ જાહેર થશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાના પરિણામોની ઘડીઓ ગણાઇ રહી છે. શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આગામી ૨૮મીના રોજ જાહેરકરાશે. ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૩૦મી મેના રોજ જાહેર કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૧૨મી માર્ચથી ૨૭મી માર્ચ દરમિયાન ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ધો. ૧૦ના ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં અને વિજ્ઞાન પ્રવાહના મળીને કુલ ૮ લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. આ પરીક્ષા લેવાયા બાદ શિક્ષણ બોર્ડ દ્વારા ઉત્તરવહીઓ ચકાસવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાના પરિણામ જાહેર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. બોર્ડના ઉચ્ચ સ્તરીય સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ધો. ૧૦નું પરિણામ બીજી જુનના રોજ જાહેર કરાશે. ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામ ૨૮મી મેના રોજ જાહેર કરવામાં આવશે. જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામ ૩૦મી મેના રોજ જાહેર કરવામાં આવશે.
Dilipmahera